દિલ્હીમાં પ્રચંડ જીત બાદ ચર્ચા, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખતરો છે કેજરીવાલ 3.0?
દિલ્હીમાં બંપર જીત બાદ કહેવાય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwa) નું રાષ્ટ્રીય રાજકારણમાં કદ વધશે અને તે વિપક્ષના ચહેરા તરીકે ઊભરી આવી શકે છે. જો કે રાજકીય જાણકારોનું માનવું છે કે કેજરીવાલ માટે આ રસ્તો હજુ લાંબો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય નેતા તરીકે ઊભરી આવવામાં હજુ સમય લાગશે.
નવી દિલ્હી: દિલ્હીમાં બંપર જીત બાદ કહેવાય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાષ્ટ્રીય રાજકારણમાં કદ વધશે અને તે વિપક્ષના ચહેરા તરીકે ઊભરી આવી શકે છે. એવી અટકળો પણ થઈ રહી છે કે કેજરીવાલ રાષ્ટ્રીય સ્તર પર પીએમ નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે છે. આ જીત બાદ રાષ્ટ્રીય રાજકારણમાં દિલ્હીના સીએમનું કદ વધવાનું નિશ્ચિત છે, આવામાં વિપક્ષમાં તેઓ મોદી વિરોધી ચહેરા તરીકે ઊભરી શકે છે. જો કે રાજકીય જાણકારોનું માનવું છે કે કેજરીવાલ માટે આ રસ્તો હજુ લાંબો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય નેતા તરીકે ઊભરી આવવામાં હજુ સમય લાગશે.
અરવિંદ કેજરીવાલ AAP વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં, 16મી ફેબ્રુઆરીએ શપથવિધિ!
વિશેષજ્ઞોના મત, કેજરીવાલ બની શકે છે વિપક્ષનો ચહેરો
વિશેષજ્ઞોના મત છે કે કેજરીવાલે પોતાની જાતને રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત કરવા માટે અખિલ ભારતીય સ્તર પર આધાર બનાવવાની જરૂર રહેશે. હજુ આમ આદમી પાર્ટીને ચૂંટણી પંચ દ્વારા પ્રાદેશિક પાર્ટીની જ માન્યતા મળેલી છે. તે 2017માં પંજાબમાં મુખ્ય વિપક્ષી દળ તરીકે ઊભરી પરંતુ તેની રાષ્ટ્રીય આકાંક્ષાઓને ફટકો ત્યારે પડ્યો જ્યારે ગોવા ચૂંટણી અને ગત બે લોકસભા ચૂંટણીમાં તેને નિષ્ફળતા મળી.
દિલ્હી : AAPના ધારાસભ્ય નરેશ યાદવના વિજયી સરઘસ પર ફાયરિંગ, એક સમર્થકનું મોત
લોકસભા ચૂંટણીમાં પછડાટ મળી
તેણે 2014ની લોકસભા ચૂંટણીમાં પંજાબમાં ચાર લોકસભા બેઠકો જીતી અને 2019માં માત્ર એક બેઠક મળી. જ્યારે દિલ્હીના મતદારોએ આમ આદમી પાર્ટીને સદંતર જાકારો આપી દીધો હતો. કેજરીવાલે 2014માં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસી લોકસભા બેઠક માટે ચૂંટણી લડી અને તે વખતે તેમણે 3 લાખથી વધુ મતોથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.
2017માં નગર નિગમમાં મળેલી હાર બાદ રણનીતિ બદલી
દિલ્હીમા ભાજપના હાથે 2017માં નગર નિગમની ચૂંટણીમાં હાર મળ્યા બાદ આપની રણનીતિમાં ફેરફાર જોવા મળ્યો. તેણે ફરીથી રાષ્ટ્રીય રાજધાનીમાં વિકાસ પર ભાર આપવાનું શરૂ કર્યું. રાજકીય વિશેષજ્ઞ અને જેએનયુમાં પ્રોફેસર સંજય પાંડેએ કહ્યું કે આ સ્થાનિક ચૂંટણી હતી એટલે એ કહેવું હજુ ઉતાવળભર્યું હશે પરંતુ શું તેઓ આ પ્રદર્શન અખિલ ભારતીય સ્તરે દોહરાવી શકે છે તે કહેવું મુશ્કેલ છે. તેમની પાર્ટી પાસે હજુ કોઈ નક્કર આધાર કે પાયાનું માળખું નથી. હજુ તે પરિપકવ પણ નથી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube